હેલ્થ ડેસ્ક: દરેક બાળકની કઈં પણ શીખવાની ક્ષમતા અલગ-અલગ હોય છે. બધાં જ બાળકો કોઇ નક્કી ઉંમરે ચાલતાં કે બોલતાં થઈ જ જાય એ શક્ય નથી. હા જોકે, તેની અંદાજિત ઉંમર શક્ય છે, જે મુજબ બાળક ન શીખે તો ડૉક્ટરનો સંપર્ક સાધવો જોઇએ.
બાળકો જેટલું જલદી ચાલતાં શીખે છે એટલું જલદી બોલવાનું શરૂ નથી કરતાં. બાળક 12 મહિનાનું થાય ત્યારે માત્ર 1-2 શબ્દો બોલતાં શીખે છે. બાળક 18 મહિનાનું થાય ત્યાં સુધીમાં 10-15 શબ્દો બોલતાં શીખી જાય છે. બાળક 2 વર્ષનું થાય ત્યાં સુધીમાં 2-3 શબ્દો એકસાથે બોલતું થઈ જાય છે અને 3થી 4 વર્ષનાં થાય ત્યાં સુધીમાં વાતો કરતું થઈ જાય છે.
મોટાભાગે બાળકો 6 થી 10 મહિનાની ઉંમરમાં ભાંખડિયે ચાલવાનું કે જમીન પર પેટ ઘસીને આગળ વધવાનું શીખે છે. તો કેટલાંક બાળકો બેઠાં-બેઠાં જ હાથથી ધક્કો મારીને આગળ વધે છે. મોટાભાગનાં બાળકો 9થી 16 મહિનાની ઉંમરમાં ચાલવાનું શીખી જાય છે. મોટાભાગનાં બાળકો શરૂઆતમાં કઈંક પકડીને ચાલવાનો પ્રયત્ન કરે છે, ત્યારબાદ માત્ર આપણી આંગળી પકડીને ચાલે છે અને અંતે જાતે ચાલતાં શીખી જાય છે.
બાળકો જેટલું જલદી ચાલતાં શીખે છે એટલું જલદી બોલવાનું શરૂ નથી કરતાં. બાળક 12 મહિનાનું થાય ત્યારે માત્ર 1-2 શબ્દો બોલતાં શીખે છે. બાળક 18 મહિનાનું થાય ત્યાં સુધીમાં 10-15 શબ્દો બોલતાં શીખી જાય છે. બાળક 2 વર્ષનું થાય ત્યાં સુધીમાં 2-3 શબ્દો એકસાથે બોલતું થઈ જાય છે અને 3થી 4 વર્ષનાં થાય ત્યાં સુધીમાં વાતો કરતું થઈ જાય છે.
અન્ય બાળકોની સરખામણીમાં તમારું બાળક બોલતાં કે ચાલતાં ન શીખે તો ડૉક્ટર પાસે જઈને યોગ્ય તપાસ કરાવી લેવી જોઇએ, જેથી બાળકના વિકાસની સાચી જાણકારી મેળવી શકાય.
Read More
; https://www.divyabhaskar.co.in/news/HNL-HEA-UTLT-perfect-age-for-babies-to-learn-walking-and-speaking-gujarati-news-5891599-NOR.html#fragment-1